તમારા માટે, તમારી સાથે, સતત…

શ્રાણવ માસઃ ફરારી વાનગીનો રસથાળ

મોરૈયાનાં દહીંવડાં

0 36

મોરૈયાનાં દહીંવડાં

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ બાફેલો મોરૈયો, ૩ ચમચી શિંગોડાનો લોટ, ગ્રીન ચટણી, ખજૂર-આંબલીની ચટણી, મસાલાવાળું દહીં.

રીતઃ બાફેલો મોરૈયો લઈ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી મિક્સ કરી તેના ગોળા વાળવા. તેલમાં ચમચાથી લઈ તળી લેવા. પ્લેટમાં ઠંડા કરવા. પછી સહેજ દબાવવા. પછી તેમાં ગ્રીન ચટણી (સિંગ, કોથમીર, લીલાં મરચાં, લીંબુ અને ખાંડ) નાખવી. તેના પર ખજૂર-આંબલીની ચટણી નાખવી. પછી તેમાં મસાલા દહીં (મીઠું-મરચું-ખાંડ) નાખવા. કોથમીર નાખી સર્વ કરવું.
———.

પનીર ડ્રાય – ફ્રૂટ રોલ

સામગ્રીઃ ૫૦ ગ્રામ છીણેલું પનીર, બૂરું ખાંડ ૩ ચમચી, એલચી પાવડર ૧ ચમચી, ૫૦ ગ્રામ સિંગ દાણાનો ભૂકો.

રીતઃ ઉપરનું બધું મિક્સ કરી લેવું. થેપલી બનાવી તેમાં કાજુ-બદામ-દ્રાક્ષની કતરણ નાખવી. નાના -નાના મુઠિયા જેવું વાળવું. પછી ફ્રીઝમાં સેટ કરવા ૪ કલાક મૂકવું. પછી બહાર કાઢી એ રોલને કટ કરવા. ફ્રીઝમાં દસ દિવસ રહે છે.
——.

રસોઈ ટિપ્સ

*       મગની દાળના મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી પૂડલા બનાવવાથી તે વધુ કરકરા બનશે.

*       ભીંડાને ક્રિસ્પી બનાવવા બે ચમચા છાશ અથવા થોડું દહીં નાંખીને તેજ આંચ પર રાંધવા.

Related Posts
1 of 19

*       દેશી ઘીને લાંબો સમય તાજું રાખવા તેમાં ગોળ અને સિંધવ લૂણના ૧૧ ટુકડા નાંખવા.

*       વડાં બનાવતી વખતે ખીરું પાતળું બની ગયું હોય અને તળવામાં તકલીફ થતી હોય તો તેલમાં એક ચમચો ઘી મિક્સ કરવું.

*       દહીંથી બનતા શાકમાં મીઠું ત્યારે જ નાંખવુ જ્યારે શાક તૈયાર થઈ જાય. પહેલાથી મીઠું નાખવામાં આવે તો શાકનો સ્વાદ બરોબર નથી બનતો.

*       રાયતંુ બનાવતી સમયે તેમાં મીઠાનો ઉપયોગ ન કરવો. જ્યારે રાયતંુ પીરસવામાં આવે ત્યારે મીઠું નાખવાથી તે ખાટું નહીં લાગે.

*       ઈડલીને વધુ નરમ બનાવવા ખીરામાં થોડા સાબુદાણા અને અડદની દાળને પીસીને નાખવાથી ઈડલી નરમ બનશે.

*       ખાંડના ડબ્બામાં વારંવાર કીડીઓ આવતી હોય તો તેમાં બે-ત્રણ લવિંગ મુકી દેવા. તેનાથી કીડીઓ નહીં આવે.

*       આલૂ-પરાઠા બનાવતી સમયે તેમાં થોડી કસ્તૂરી મેથી નાંખવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે.

*       લાલ મરચામાં થોડી હિંગ નાખવાથી તે લાંબો સમય સુધી ખરાબ થતું નથી.

*       પનીરને બ્લોટિંગ પેપરમાં લપેટીને ફ્રીઝમાં રાખવાથી તે લાંબો સમય સારું રહે છે.

*       મેથીની કડવાશ દૂર કરવા તેમાં થોડું મીઠું નાખીને દસ મિનિટ પછી તેનો ઉપયોગ કરવાથી તેની કડવાશ દૂર થઈ જશે.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »