તમારા માટે, તમારી સાથે, સતત…

સાવધાન… શહેરી નક્સલવાદ આવી રહ્યો છે…

માનવ અધિકારોના એનજીઓની ભ્રમણ હેઠળ મોટે ભાગે સીપીએઆઈ (નક્સલ) માળખા સાથે સંકળાયેલી છે

0 63
  • સમસ્યા – હિંમત કાતરિયા

શહેરી નક્સલીઓ દેશના અદ્રશ્ય દુશ્મનો છે. રાજ્યો સામે વિદ્રોહ ફેલાવતા શહેરી નક્સલીઓની સૌથી ખતરનાક બાબત એ છે કે તે બધાં શહેરી બૌદ્ધિકો અને પ્રભાવશાળી લોકો છે. તેઓ સામાજિક મુદ્દાઓ વિશે ચિંતિત હોવાનો ઢોંગ કરી યુવાનોને નક્સલી જાળમાં ફસાવે છે. તેઓ કદી સામાજિક સમસ્યાઓનો ઉકેલ શોધતા નથી દેખાતા. તેઓ વિદ્યાર્થીઓને કૉલેજોમાં એડમિશન લઈને વારંવાર નાપાસ થાય એવું આયોજન કરે છે. જેથી કૉલેજ કેમ્પસમાં લાંબો સમય સુધી તેમની હાજરી રહે. ગરીબ કે ગરીબ-મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા આવા વિદ્યાર્થીઓની મદદથી તેઓ નવા વિદ્યાર્થીઓની ભરતી કરે છે અને ‘અભ્યાસ શિબિર’નું આયોજન કરે છે.

મહારાષ્ટ્ર એટીએસ દ્વારા પકડાયેલા નક્સલીઓની તપાસમાં હકીકત બહાર આવી છે કે પ્રતિબંધિત સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(નક્સલ)એ પૂણેમાં ૨૦૧૦માં ૧૫ દિવસની શિબિરનું આયોજન કર્યું હતું. ‘ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ’ તરીકે ઓળખાતી આ ‘અભ્યાસ શિબિર’માં સાત યુવાનો અને ચાર યુવતીઓએ ભાગ લીધો હતો. શિબિરમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કસિસ્ટ(સીપીઆઈ-એમ)ના રાજ્યના વડા મિલિંદ તેલુમ્બડે ઉર્ફે જ્યોતિરાવ ઉર્ફે બડા દીપક અને તેમનાં પત્ની એન્જેલો સોંતાકે ઉર્ફે સાધના ઉર્ફે રાહી ઉર્ફે ઇશ્કારા, સીપીઆઈ(નક્સલ)ના કોલ્ડન કોરિડોર કમિટીના સેક્રેટરીએ નવા પાર્ટી મેમ્બરોને નક્સલ વિચારધારાના પાઠ ભણાવ્યા હતા.

પૂણેથી ૫૦ કિલોમીટર દૂર ખેડ તાલુકાના કુલે બુર્દરુક નામના નાના ગામમાં રાખવામાં આવી હતી. મુંબઈ અને પૂણેના શિક્ષકોને આદિવાસીઓની સમસ્યાઓ સમજાવવા માટેનો કેમ્પ છે એમ કહીને શિબિર માટે પ્રતાપ ધેંગલે નામના એક નક્સલીના સંબંધી ખેડૂત પાસેથી રૃમ લેવાયો હતો. પ્રતાપ પૂણે મહાનગરપાલિકામાં નોકરી કરતો હતો અને તેની ૨૦૧૧માં નક્સલીઓ સાથેના જોડાણોના આરોપ હેઠળ એટીએસે ધરપકડ કરી હતી. ગાયક અને કવિ ધેંગલે પૂણેના સાંસ્કૃતિક ગ્રૂપ કબિર કલા મંચનો સભ્ય હતો. શહેરના યુવાનોમાં નક્સલ વિચારધારા ફેલાવવા સીપીઆઈ(નક્સલ)એ તેનો ઉપયોગ કર્યો હતો. કબીર કલા મંચના સભ્ય અને પૂણેના રહેવાસી ચાંદલિયાએ નોંધાવેલા સ્ટેટમેન્ટ પ્રમાણે, ‘સાધના અને જ્યોતિરાવ કેમ્પમાં આવ્યા હતા અને તેમણે અમને નક્સલ વિચારધારા સમજાવી હતી. તેમણે પોલીસ અને અર્ધલશ્કરી દળ ઉપરના એટેકનો “બ્લેઝિંગ ટેઇલ” નામનો વીડિયો અમને બતાવ્યો હતો.’

શહેરી નક્સલવાદના ફેલાવા માટે છ તબક્કાઓની નવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે, SAARRC – સરવે, અવેરનેસ(પ્રચાર), એજિટેશન(આંદોલન), રિક્રૂટમેન્ટ(ભરતી), રજિસ્ટન્સ(વિરોધ) અને કંન્ટ્રોલ(નિયંત્રણ). પી.વી. રમન્ના ગુપ્તચર અધિકારીને કહે છે, ‘તેઓએ સરવેનો પહેલો તબક્કો પૂરો કર્યો છે. તેમાં નવા ટાર્ગેટ ગ્રૂપને ઓળખવા, અસંતોષવાળા વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં ચમકાવી શકાય તેવા મુદ્દાઓને ઓળખવાનું કામ પૂરું કરાવ્યું છે. હવે તેઓ તેમની રણનીતિના બીજા અને ત્રીજા તબક્કાને લાગુ પાડવા જઈ રહ્યા છે.’

‘મેઇનસ્ટ્રિમ વીકલી’ નામના સામયિકમાં ‘મેટાસ્ટેસિસ ઓફ નક્સલ નેટવર્ક ઇન અર્બન ઇન્ડિયા’ લેખમાં લેખક સુધાંશુ ભંડારી નક્સલ અર્બન સ્ટ્રેટેજીની વિસ્તૃત વિગતો આપે છે. સુધાંશુ લખે છે કે, ‘શહેરી નક્સલવાદને તેઓ પાર્ટી સાથે નહીં જોડાયેલા આ પ્રકારના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનઃ (૧)ગુપ્ત ક્રાંતિકારી સંગઠનો, (૨) જાહેર ક્રાંતિકારી સંગઠનો, (૩) જાહેર કાનૂની સંસ્થાઓની મદદથી વાસ્તવિક સ્વરૃપ આપવા માગે છે. ત્રીજી સંસ્થાઓમાં શહેરી કામ ત્રણ કેટેગરીમાં કરી શકાય, ફ્રેક્શનલ વર્ક, આંશિક રક્ષિત સંસ્થાઓ અને કાયદાકીય લોકશાહી સંગઠનો. ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે કાયદાકીય લોકશાહી સંગઠનો સૌથી વધુ ખતરનાક છે. કેમ કે તે દેશ સામે ફરિયાદોનો સામૂહિક મત ઊભો કરીને બંધારણીય સત્તાનો દુરુપયોગ કરે છે.’

સરકાર બાકીના બે ઉપર તો પ્રતિબંધ લાદી શકે પણ કાનૂની સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો કોમન મેનના અધિકારોને લઈને સિવિલ સોસાયટી, માનવ અધિકાર અને અન્ય તકેદારી મંડળો કાગારોળ જ કરી મુકે. આ સંસ્થાઓ ટ્રેડ યુનિયન, વિદ્યાર્થી સંગઠનો, શિક્ષક સંગઠનો, સાંસ્કૃતિક સંગઠનો વગેરે સાથે કામ કરે છે.

સરવેમાં શહેરના ઔદ્યોગિક કે અલ્પવિકસિત વિસ્તાર, ભાષાકીય અને ધાર્મિક લઘુમતીઓનો અભ્યાસ, આર્થિક વિવિધતા વગેરે પાસાંઓને સમાવવામાં આવે છે. કોમી વિસ્તારો તેમની ભરતી માટે વધુ અનુકૂળ છે. ત્યાર બાદ આંદોલનના ચરણમાં  શહેરની પાર્ટી કેડર પાણી, વીજળી, શૌચાલય અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે લડે છે, રેશનના દુકાનધારકોના ભ્રષ્ટાચાર સામે, ભેળસેળિયાઓ અને કાળા બજારિયાઓ સામે લડત ચલાવે છે. ઝૂપડપટ્ટીધારકો સાથે રહીને લડત ચલાવે છે. બેરોજગાર યુવાનો આ સંઘર્ષમાં આગેવાની લે છે, મહિલા મંડળો અને યુવા સંગઠનોને તેમાં સામેલ કરવામાં આવે છે. ભરતી અંગે વાત કરીએ તો ૨૦૧૦માંં ઉત્તર પ્રદેશમાં પકડાયેલા તેમના નેતા પાસેથી નક્સલી સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પાસે વિગતો આવી કે સેન્ટ્રલ પોલિટબ્યુરો મેમ્બર ચિંતનદા ડાકુઓના હબ એવા બુંદેલખંડ પ્રદેશના પછાત જિલ્લાઓને ટાર્ગેટ કરતો હતો. આજે તો ત્યાં મોટા ભાગની પાવરફુલ ડાકુઓની ગેંગનો સફાયો કરી દેવાયો છતાં પછાત જાતિના ઘણા નેતાઓ શસ્ત્રોનો ખડકલો કરીને બેઠા છે. ભવિષ્યમાં ઉપયોગમાં લેવાની અપેક્ષાએ.

Related Posts
1 of 154

ફિલ્મકાર અને લેખક વિવેક અગ્નિહોત્રીએ શહેર નક્સલવાદ ઉપર ઍવૉર્ડ વિજેતા ફિલ્મ બુદ્ધા ઇન એ ટ્રાફિક જામ બનાવી છે. તેમનું પુસ્તક અર્બન નક્સલ્સ માર્ચ ૨૦૧૮માં પ્રગટ થયંુ હતું. વિવેક લખે છે કે કર્ણાટકમાં શૈક્ષણિક સંકુલો નક્સલી માટે નવા શિકારના મેદાન છે. કર્ણાટક પોલીસની ગુપ્ત માહિતીના દસ્તાવેજો દર્શાવે છે કે મેંગલોર અને શિમોગાના કેમ્પસોમાં નક્સલીઓની નવી ભરતીના પ્રયાસો થઈ રહ્યા છે. દક્ષિણ કન્નડની યુનિવર્સિટીઓમાં નક્સલીઓ પેદા કરવામાં આવી રહ્યા છે. કુવેમ્પુ અને મેંગલોર જેવી યુનિવર્સિટીઓ સીપીઆઇ (નક્સલ) માટે નક્સલીઓની ભરતીના સ્થાનકો બની ગયા છે. નક્સલીઓ તેમના આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે. તેઓ શારીરિક રીતે ફિટ યુવાનોને સશસ્ત્ર સંઘર્ષ માટે તૈયાર કરે છે અને વધુ શિક્ષિત લોકોને શહેરોમાં લોક આંદોલનો અને પ્રચાર કરવામાં જોતરે છે.

પશ્ચિમ બંગાળમાં ધરપકડ કરાયેલા નક્સલ નેતાઓની પૂછપરછમાં બહાર આવ્યંુ છે કે નક્સલીઓનું ધ્યાન હવે જાદવપુર યુનિવર્સિટી (જેયુ) પર ફોકસ થયું છે. ધરપકડ થયેલા સીપીઆઈ (નક્સલ) સ્ટેટ સેક્રેટરી કંચને સુરક્ષા એજન્સીઓને જણાવ્યું છે કે સંગઠનની લશ્કરી શાખા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને કેડર માટેનું મુખ્ય કેન્દ્ર તરીકે જેયુ ઊભર્યું છે. ઉપરાંત, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં નક્સલનું બૅકઅપ મોડ્યુુલ હોવાનું મનાય છે. કંચને એવું પણ કહ્યું છે કે પ્રેસિડેન્સી કૉલેજના ૧૨ વિદ્યાર્થીઓ લાલગઢમાં સીપીઆઇ (નક્સલ) કેડર તરીકે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. એકલા જાદવપુર યુનિવર્સિટી અને પ્રેસિડેન્સી કૉલેજ નહીં, પરંતુ નક્સલીઓ તેમના નેટવર્કને તમામ શહેરી વિસ્તારોમાં ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્તચર સંસ્થાઓના જણાવ્યા મુજબ, હાવરા અને હુગલીમાં કૉલેજોમાં અભ્યાસ કરતા યુવાનો પણ તેમનું લક્ષ્ય છે. પકડાયેલા નક્સલીઓએ પોલીસને જણાવ્યું છે કે તેમની ઘણી કેડર્સ શહેરના રાજહાટ, બગુઇહાટી, ઉલુબેરિયા અને કેન્દ્રીય કોલકાતા તેમજ કોલકાતાની બહારના વિસ્તારોમાં કામ કરે છે.

કોબાડ ઘેંડીનો કેસ વધુ રસપ્રદ છે. ૨૧ ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ સ્પેશિયલ દિલ્હી પોલીસની ટીમે દક્ષિણ દિલ્હીના ભિકાજી કામા નજીકથી તેની ધરપકડ કરી ત્યારે બહાર આવ્યું હતું કે નક્સલીઓેએ ‘ઑપરેશન અર્બન બેઝ’ શરૃ કર્યું હતું. શહેરોમાં ગરીબ અને બેરોજગાર યુવાનોને તેમની માગોને લઈને લડવા અને તેમાં મહિલાઓને મોટી સંખ્યામાં ભાગીદારી માટે તૈયાર કરવા માટે આ ઑપરેશન શરૃ કરવામાં આવ્યું હતું.

નક્સલ ચળવળ ચતુર્થ જનરેશન વૉરફેર (૪ય્ઉ) સાથે સંકળાયેલી છે. આ યુદ્ધમાં યુદ્ધ અને રાજકારણ, સૈનિકો અને નાગરિકો વચ્ચેની ભેદરેખાઓ સાવ ઝાંખી હોય છે. આ વ્યૂહરચના ભારતની સંસ્કૃતિ પર સીધો હુમલો કરવા માટે છે. તેમાં રાજકીય, આર્થિક, સામાજિક અને લશ્કરી બધા દબાણનો ઉપયોગ થાય છે. તે માટે કાયદા નિષ્ણાતોની જરૃર પડે છે, મીડિયા પ્રોફેશનલ્સની જરૃર પડે છે. સર્જનાત્મક લોકો, વૈવિધ્યસભર બૌદ્ધિકો અને શિક્ષણશાસ્ત્રીઓ અને સમાજના આગેવાનોની જરૃર પડે છે. આ બધાને શહેરોમાંથી મેળવાઈ રહ્યા છે.

૨૦૦૪માં સીપીઆઈ(માર્ક્સવાદી-લેનિનિસ્ટ) પીપલ્સ વૉર, જે સામાન્ય રીતે પીપલ્સ વૉર ગ્રૂપ (પીડબ્લ્યુજી) તરીકે ઓળખાતી હતી તેને નક્સલ કોમ્યુનિસ્ટ સેન્ટર ઓફ ઇન્ડિયા (એમસીસી)માં ભેળવી અને સીપીઆઈ (નક્સલ)ની રચના કરવામાં આવી હતી અને તેણે માર્ક્સિઝમ-લેનિનિઝમ-માઓવાદ વિચારધારાની પ્રતિજ્ઞા લીધી હતી. પાર્ટી કૉ-ઓર્ડિનેશન કમિટી ઓફ નક્સલ પાર્ટીઝ એન્ડ ઓર્ગેનાઇઝેશન્સ ઓફ સાઉથ એશિયા (સીસીઓએમપીઓસા)ની સભ્ય બની હતી.

આ નવી પાર્ટીએ શહેરોમાં પગપેસારો કરવા અર્બન પ્રોસ્પેક્ટિવ પ્લાન હેઠળ પાંચ યોજનાઓ ઘડી હતી. એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર ૨૦૦૯માં દિલ્હીમાંથી પકડાયેલા ગોબાદ ઘેંડી ઉર્ફ રાજને આ યોજનાની તૈયારીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના દસ્તાવેજોમાં લખ્યું છે કે ઝડપી પરિણામ માટે અહીં સીધા ઘર્ષણથી વાત નહીં બને. અહીં શહેરી વિસ્તારોમાં દુશ્મનો ઘણા મજબૂત હોવાથી પરિસ્થિતિ સાનૂકૂળ ન બને ત્યાં સુધી દુશ્મનો સાથે લડવા ન ઊતરવું. પરિસ્થિતિને અનુકૂળ બનાવવા માટે તકો શોધવી અને નવી તકોનું નિર્માણ કરવું. લોકોને જોડવા લઘુમતીઓ, સ્ત્રીઓ, દલિતો, મજૂર અને વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને તાકાત વધારવી. પછી ક્રાંતિની જ્વાળામાં તેમનો ઘી તરીકે ઉપયોગ કરવો. નક્સલીઓ માટે શહેર પૈસાનો સોર્સ બન્યા છે, ટ્રાન્ઝિટ પોઇન્ટ તરીકે કેડર માટે આશ્રયસ્થાન બન્યા છે. હથિયારોનો સ્ત્રોત અને કાનૂની રક્ષણ, તબીબી સહાય, મીડિયા એટેન્શન અને બૌદ્ધિકોનું નેટવર્ક બન્યા છે. અદ્રશ્ય નક્સલ-બૌદ્ધિકો-મીડિયા-શિક્ષણક્ષેત્રની સાઠગાંઠ ભારત પર નક્સલ શાસન સ્થાપવાના અંતિમ હેતુ સાથેની વ્યૂહાત્મક કિલ્લેબંધી તરીકે કામ કરે છે. નક્સલીઓે પૂણે-મુંબઈ-અમદાવાદને ગોલ્ડન કોરિડોર, દિલ્હી-કાનપુર-પટણા-કોલકાતાને ગંગા કોરિડોર અને કેરળ, કર્ણાટક અને તામિલનાડુને કેકેટી તરીકે તેમજ ચેન્નઈ-કોઇમ્બતુુર-બેંગલુરુને ટ્રાય-જંક્શન તરીકે ઓળખાવ્યા છે.

ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાંં જણાવ્યું હતું કે, આ સંગઠનો માનવ અધિકારોના એનજીઓના અંચળા હેઠળ કામ કરે છે.

એફિડેવિટમાં ‘સ્ટ્રેટેજી એન્ડ ટેકટિક્સ ઓફ ધ ઇન્ડિયન રિવોલ્યૂશન’ને રાજકીય સત્તા મેળવવાના નક્સલી આયોજનની બ્લૂપ્રિન્ટનો દસ્તાવેજ ગણવામાં આવ્યો છે. તે જણાવે છે કે નક્સલીઓની એક યોજના તેમના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા શહેરી વસ્તીના ચોક્કસ વિભાગોને ટાર્ગેટ કરવાની છે. મધ્યપ્રદેશ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કિશોર સમ્રિતેની એક પીઆઈએલના સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપેલી નોટિસના જવાબમાં ગૃહ મંત્રાલયે કરેલા સોગંદનામામાં નક્સલવાદ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો.

માનવ અધિકારોના એનજીઓની ભ્રમણ હેઠળ મોટે ભાગે ઓપરેટ થતી સમૂહ સંસ્થાઓ વ્યાવસાયિક રીતે સીપીએઆઈ (નક્સલ) માળખા સાથે સંકળાયેલી છે, પરંતુ કાયદેસરતાને ટાળવાના પ્રયાસમાં અલગ ઓળખ જાળવી રાખે છે, એમ એમએએના એફિડેવિટ કહે છે. ગૃહ મંત્રાલય કહે છે કે તેમના ફન્ટ્રલ ઓર્ગનાઇઝેશનો મોટેભાગે માનવાધિકારના એનજીઓ સ્વરૃપે કામ કરે છે અને કાયદાકીય અવરોધ ટાળવા સ્વતંત્ર ઓળખો જાળવી રાખે છે. આવાં સંગઠનો માનવાધિકાર સંબંધિત મુદ્દાઓ ઉઠાવવામાં અને પોતાને લાભ મળે તે પ્રકારે તેની કાનૂની કાર્યવાહી કરવામાં માહેર છે. શહેરોમાં નક્સલવાદના ટેકેદારો સંયુક્ત અને વ્યવસ્થિત પ્રચાર કરી રહ્યા છે. એફિડેવિટ કહે છે કે ‘આ વિચારધારાવાળાઓએ જ નક્સલવાદી ચળવળને જીવતી રાખી છે અને ઘણીબધી રીતે તે પીપલ્સ લિબરેશન ગોરિલા આર્મીના કેડરો કરતાં પણ વધુ જોખમી છે.’ તેમણે હાથ ધરેલી યુક્તિઓ એકદમ અસરકારક રહી છે અને મીડિયાનું ધ્યાન ખેંચી રહી છે. આક્રમક આંદોલનો અને પ્રચાર દ્વારા દલિતોને ઉશ્કેરીને મૂડીવાદીઓ સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કર્યા છે. તેઓ નારીવાદી ગ્રૂપો, નાસ્તિક ગ્રૂપો, અંધશ્રદ્ધા વિરોધી ચળવળો, બૌદ્ધિકો, વિદ્યાર્થીઓ, કામદારો, ઝૂંપડપટ્ટી ગ્રૂપો, ખેડૂતો, પત્રકારો, સ્પર્ધાત્મક પરીક્ષા કેન્દ્રોને પાંખમાં લઈને કામ કરે છે. ઉકેલ માટે નહીં, પણ પરંતુ સરકાર સામે અશાંતિ અને આક્રોશ જગાવવા માટે અને લોકોને શસસ્ત્ર સંઘર્ષમાં માનતા કરવા માટે તેઓ અસલ મુદ્દાઓને ઉઠાવે છે. આ રીતે ‘સંવેદનશીલ સમૂહો’ને ખબર પણ ન પડે એ રીતે હાથો બનાવી લે છે. નક્સલીઓ શહેરોમાં મજબૂત આધાર બનાવવા ઉપર ભાર મૂકે છે અને ગોપનીય, ખુલ્લા અને કાનૂની એમ ત્રણ પ્રકારનાં સંગઠનો ઊભા કરવા ઉપર ભાર મુકે છે. શહેરી નેટવર્કમાંથી લોજિસ્ટિક્સ, નૈતિક અને બૌદ્ધિક સમર્થન અને હિંસા માટે સૈદ્ધાંતિક દલીલો મેળવવામાં આવે છે. અનેક શહેરોમાં નક્સલીઓએ મજબૂત નેટવર્ક ઊભંુ કર્યું છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »