તમારા માટે, તમારી સાથે, સતત…

ન્યૂડ ચિત્રો ચિત્રકલા કે શિલ્પકલા માટે કેટલાં અનિવાર્ય?

શિલ્પકલામાં પણ ન્યૂડના અભ્યાસનું ખૂબ જ મહત્ત્વ છે.

0 115

આર્ટિસ્ટ વ્યૂ – ચૌલા દોશી

વિઝ્યુઅલ આર્ટના કોઈ પણ આર્ટ ફોર્મમાં ન્યૂડ એટલે કે નગ્ન ચિત્રો ખૂબ જ પાયાનું શિક્ષણ છે. હ્યુમન બૉડી એટલે કે મનુષ્યના શારીરિક બાંધાનો પૂરતો અભ્યાસ કરવા માટે ન્યૂડ એટલે કે નગ્ન ચિત્રો ખૂબ જ જરૃરી છે, કારણ કે વસ્ત્રોનાં આવરણ પાછળ શરીરના એક-એક સ્નાયુની રચનાઓ અને એના બંધારણનો ચોક્કસપણે અંદાજ આવી શકે અને એનો ચોક્કસ અભ્યાસ કરી શકાય એ શક્ય નથી. તમને નવાઈ લાગશે કે ફિગર ડ્રોઇંગ આટલું જરૃરી છે અને શા માટે મોટા-મોટા કલાકારો પણ ફિગર ડ્રોઇંગનો નિયમિત રીતે અભ્યાસ કરે છે? ચિત્રકલા કે શિલ્પકલા કે ઍનિમેશનમાં પણ ફિગર ડ્રોઇંગ ખૂબ જ જરૃરી છે અને એના માટે પુરુષ તથા સ્ત્રી, બંનેનાં શરીરની રચનાનો ચોક્કસપણે અભ્યાસ કરવા માટે ન્યૂડ એટલે કે નગ્ન ચિત્રો ખૂબ જ પાયાની વસ્તુ છે.

ન્યૂડ ચિત્રોના નિયમિત અભ્યાસને કલાકારો કલાસાધના માને છે. જેટલી શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક કોઈ પણ સાધના થાય એટલી જ નિષ્ઠા પૂર્વક ન્યૂડ ચિત્રોના અભ્યાસથી કલાકારો ફિગર ડ્રોઇંગનો નિયમિત અભ્યાસ કરતા હોય છે. આર્ટ કૉલેજોમાં તો ન્યૂડ ચિત્રોના અભ્યાસ માટે લાઇવ ડ્રોઇંગ પણ કરાવવામાં આવે છે. જેમાં કોઈ મૉડેલ તરીકે સામે બેસે અને કલાકારો એનું હૂબહૂ એવાં જ ન્યૂડ ચિત્રો અને શિલ્પ બનાવતાં હોય છે. ભારતની બહાર તો ન્યૂડ ચિત્રો અને શિલ્પના અભ્યાસ માટે મૉડેલ તરીકે સામે બેસનાર વ્યક્તિઓને પણ નિર્વસ્ત્ર થઈ

બેસવામાં કોઈ પણ છોછ નથી હોતો અને ખાસ કરીને જ્યારે મૉડેલ એક પોઝમાંથી કોઈ બીજા પોઝમાં બેસે ત્યારે તેના સ્નાયુઓનો આકાર કેવી રીતે બદલાઈ જાય છે એ અભ્યાસ પણ ન્યૂડ મૉડેલના લાઇવ ચિત્રો દ્વારા ઊંડાણ પૂર્વક જાણી શકાય છે. ભારતની બહાર ન્યૂડ મૉડેલ બનનાર વ્યક્તિ વિષે કોઈ ખરાબ નથી વિચારતું. આર્ટ કૉલેજોમાં તેમને ખૂબ માન પૂર્વક બોલાવવામાં આવે છે.

આવી જ રીતે શિલ્પકલામાં પણ ન્યૂડના અભ્યાસનું ખૂબ જ મહત્ત્વ છે. આપણા ભારત દેશના બધાં જ ધાર્મિક સ્થળોમાં, બધાં જ મંદિરોના શિલ્પ અને સ્થાપત્યમાં ન્યૂડ પ્રતિમાઓ જ આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આપણા ધાર્મિક સ્થળોના ન્યૂડ

Related Posts
1 of 128

શિલ્પકામને આપણે સદીઓથી ખૂબ જ સહજ રીતે સ્વીકાર્યા છે, પરંતુ એ જ ન્યૂડને આપણે ચિત્રોમાં એટલી જ સાહજિકતાથી સ્વીકારી નથી શક્યા. ઍનિમેશનમાં આજકાલની સૌથી મોટી કંપની ડિઝની કલાકો સુધી અઠવાડિયા પછી કર્મચારીઓને ફ્રી આકૃતિ વર્ગો પણ આપે છે, કારણ કે કલાકારોએ ભાગ્યે જ દરેક સ્નાયુ અને સાંધાના બંધારણ પૂરી રીતે જાણી અભ્યાસ કર્યો હોય છે અને નગ્ન ચિત્રો દ્વારા જ તેમને હિપ્સ અને છાતી, ઘૂંટણના વળાંક વગેરે ચોક્કસપણે જાણી અભ્યાસ કરી શકાય છે.

ઍનિમેશનના વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પણ ન્યૂડ ફિગર ડ્રોઇંગ લગભગ ફરજિયાત હોય છે, કારણ કે ઍનિમેશનમાં રહેલા  કેરેક્ટર્સને વાસ્તવિક બતાવવા માટે એના એક-એક સ્નાયુની રચનાઓ અને બંધારણ ખૂબ જ સુંદર રીતે રજૂ કરેલ હોય તો જ એ ઍનિમેશન અસરકારક રીતે વ્યક્ત થાય છે.

ટૂંકમાં, આર્ટના કોઈ પણ ક્ષેત્રમાં એક સારા કલાકાર બનવા માટે ન્યૂડ એટલે કે નગ્ન ચિત્રો ખૂબ જ પાયાનો અભ્યાસ છે અને ખૂબ જ અનિવાર્ય છે.

(ચૌલા દોશી – અમદાવાદનાં ખ્યાતનામ ચિત્રકાર છે)

———————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »