તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

Reader feedback

જયંતી દેસાઈ, સુરત

જામીનાં કાર્ટૂન્સ લાજવાબ... 'અભિયાન'માં જામીનાં કાર્ટૂન્સની રંગત કંઈ ઓર જ હોય છે. કોઈ અતિરેક કે પૂર્વગ્રહ વગર સમાજમાં બનતી ઘટનાઓ પર કટાક્ષ કરવામાં જામી ચૂકતા નથી. નવા અંદાજમાં કાર્ટૂન્સ રજૂ થયાનો આનંદ માણીએ છીએ.

જયેશ કનખરા, જામનગર

સાંપ્રત રાજકીય ઘટના- તટસ્થ ત્વરિત વિશ્લેષણ... 'અભિયાન'માં રાજકીય ઘટનાચક્ર સતત ફરતું રહે છે. દેશમાં રાજકીય સ્તરે બનતી ઘટનાઓનું વિશ્લેષણ વાંચવા મળે છે.

સુનિલ ઉપાધ્યાય, અમદાવાદ

સંશોધન ઇતિહાસને ઉજાગર કરે છે... '૨૦૧૯માં ભાજપ-સંઘનાં સમીકરણો કેવાં હશે? તેમાં 'The RSS : A View to the Inside' પુસ્તકના લેખકોની વાત અભ્યાસપૂર્ણ અને અતીતનાં સમીકરણો અને ભાવિની સંભાવના સાથે રજૂ થયાનાં તારણો જોવા મળ્યા. લોકશાહીમાં તટસ્થ…

અશોક દેસાઈ, અમલસાડ

'સ્વાસ્થ્ય ગીતા'નું એક નવું પ્રકરણ... ચર્નિંગ ઘાટમાં ગૌરાંગ અમીનનો લેખ વાંચી  આપણી ખાણીપીણીની રીતરસમોની વિગતો જાણવા મળી. આપણા સ્વાસ્થ્ય માટે આપણો ખોરાક જ મહત્ત્વનો છે. 'પેટ એ કરન્ટ એકાઉન્ટ છે, સેવિંગ્સ નથી...,' લેખ મનનીય રહ્યો.

ફાલ્ગુની સાગર, કાંદિવલી

પ્લાસ્ટિક અને તમાકુમુક્ત ગામ... પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડે પ્લાસ્ટિક અને તમાકુને ગામમાંથી વિદાય આપી. રોડ બનાવવામાં પ્લાસ્ટિકના વેસ્ટનો ઉપયોગ કરી રહ્યા છે તે આવકારદાયક છે. આ સિશુનુ ગામની કામગીરી અન્ય ગામો માટે ઉદાહરણરૃપ બની રહેશે. ગ્રામ…

ડો. મુકેશ વાઘેલા, સુરત

દેશ-જાતિની સંવેદના પ્રત્યે સમર્પિત લેખક... જે નવલકથા પુરસ્કૃત કે લોકપ્રિય થવાના કોઈ માપદંડમાં આવે નહીં તે નવલકથા 'ધ મિસ્ટિક મેસર'ને જ્હૉન લેવેલીન હૅઇસ મૅમોરિયલ પ્રાઇઝ મળ્યું તે લેખક વી.એસ. નાઇપોલના વ્યક્તિત્વને ઉજાગર કરતી માહિતી 'અભિયાન'માં…

વિનાયક આપ્ટે, નાસિક

'જ્વર સૂક્ત' રોગનિદાનનું આયુર્વિજ્ઞાન... 'અભિયાન'ના હેલ્થ ઇશ્યુમાં આરોગ્ય વિષયક વિવિધ માહિતી જાણવા મળી. રોગ અને તેના ઉપચારની વિગતો સાદી અને સરળ ભાષામાં જાણી. ખાસ તો 'અથર્વવેદનું જ્વર સૂક્ત ઃ તાવ વિશે શું કહે છે?'માં તાવ વિશેના પુરાણોક્ત…

ડૉ. મિલાપ ભાવસાર, અમદાવાદ

હેલ્થ એન્ડ હેપીનેસ - 'અભિયાન'નો હેલ્થ સ્પેશિયલ ઇશ્યુ વાંચવાલાયક રહ્યો. સામાન્ય દર્દો-બીમારીઓના નિરાકરણની વિગતો, સ્વાસ્થ્યને લગતી માહિતી વાંચવા મળી. શરીરને સ્વસ્થ રાખવા, બીમારીઓથી બચવાના લેખો માર્ગદર્શક બની રહ્યા. નવી લાઇફસ્ટાઇલમાં ખાણીપીણી…
Translate »