તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

અજય પટેલ, પાટણ

'અભિયાન'માં કવર સ્ટોરીના વિષયો રસપ્રદ અને વાંચવા ગમે તેવા છે. વિવિધ વિષયોની ઉપયોગી માહિતી મળી રહે છે.

જિજ્ઞેશ સુરાણા, રાજકોટ

અપરાધની આંટીઘૂંટી... 'અભિયાન'ની કવર સ્ટોરી 'અપરાધ સાથે ખેલતું બાળપણ' વિષય સાથે રજૂ થઈ. બાળકોમાં વધી રહેલી અપરાધવૃત્તિના કિસ્સા સાથે મનોવિજ્ઞાની અને સમાજશાસ્ત્રીઓનાં મંતવ્યો દ્વારા વિષયને મજબૂતીથી રજૂ કર્યો. ઘણી હકીકતોને નજરઅંદાજ કરવી પોષાય…

ભરત કારિયા, ભાવનગર

વૃક્ષ - માનવ સભ્યતાનું પ્રતીક... 'અભિયાન'એ વૃક્ષોપનિષદ સાથે વૃક્ષનો મહિમા અને માનવસભ્યતાની વાત સરસ રીતે રજૂ કરી. વૃક્ષો છે તો માનવજીવન છે. માનવીની જિંદગી ટકાવી રાખવા વૃક્ષોની માવજત અને સંવર્ધન કરવું જરૃરી છે.

ધીમંત રાવલ, વેરાવળ

'વૃક્ષ'વિશે પ્રસ્તુત કાર્ટૂન્સ લાજવાબ... 'અભિયાન'માં જામીનાં કાર્ટૂન્સ લાજવાબ તો હોય જ છે, આ વૃક્ષોપનિષદ વિશેષાંકમાં પણ જામીએ વૃક્ષ પર કાર્ટૂન્સ બનાવી તેમનો કસબ ઉજાગર કર્યો.

પ્રો. રમેશ પટેલ, મહેસાણા

શ્રીમદ્ ભગવત ગીતાનું પ્રમાણ... 'અભિયાન'નો વાર્ષિક વિશેષાંક દરેક રીતે રસપ્રદ રહ્યો. આચાર્ય રજનીશ 'ઓશો'એ સંસારવૃક્ષની વાત ખૂબ જ મનનીય રીતે પ્રસ્તુત કરી. જેમ વૃક્ષની ડાળીઓ અને પાંદડાં મૂળ થકી પલ્લવિત રહ્યાં છે તેમ સંસારના તમામ જીવો ઈશ્વરના…

જગદીશ સુરાણા, પોરબંદર

વનસ્પતિ પર જળવાયુ પરિવર્તનનો પ્રભાવ... 'અભિયાન'માં 'વનસ્પતિ ગ્લોબલ વૉર્મિંગ અનુસાર બદલાવા લાગી છે' - લેખ અભ્યાસપૂર્ણ રહ્યો. સામાન્ય રીતે આપણી આજુબાજુની જીવસૃષ્ટિમાં થતા રહેલા બદલાવની સમજ આપણને લાંબાગાળે પડતી હોય છે. ઘણી વાર આપણે રસોઈમાં…

સ્મિતા વ્યાસ, વડોદરા

જીવસૃષ્ટિનું તાદાત્મ્ય માનવસૃષ્ટિ સાથે... 'વૃક્ષોપનિષદ' વિશેષાંક 'અભિયાન'નો નવો અવતાર સાબિત થયો. ગૌરાંગ અમીનના હસ્તે લખાયેલ 'યથા વૃક્ષ તથા મનુષ્ય કે યથા મનુષ્ય તથા વૃક્ષ?'માં આપણો સજીવ-વનસ્પતિ સાથે કેવો નાતો બની રહ્યો છે તેની સમજણ સરસ રીતે…

માનવીને ઈશ્વરની અનુપમ ભેટ - 'વૃક્ષ' 'વૃક્ષોપનિષદ' વિશેષાંક માટે અભિનંદન. વૃક્ષનો મહિમા ગાવ એટલો ઓછો પડે. માનવી કૃતઘ્ની બની શકે, પણ વૃક્ષના ઉપકાર માનવજાત પર અપરંપાર છે. પ્રાચીન ચિત્રકળામાં વપરાયેલા રંગો વૃક્ષોના રસનું જ પરિણામ છે. આજના જેટ…

ભાવના પંચાલ, અમદાવાદ

'છોડમાં રણછોડ'માં ભોગીલાલની લીલા... 'વૃક્ષોપનિષદ'માં હાસ્યોપનિષદનો લહાવો માણ્યો. ડૉક્ટરે તબિયત સુધારવા પપૈયા પર રહેવાની કહ્યું ને ભોગીલાલ પપૈયાના ઝાડ પર લટકાણા. હાસ્ય ને રમૂજનું બીજ પણ લેખકે વૃક્ષમાંથી કાઢી આપ્યું. લેખ સરસ.

હિતેશ સોલંકી, પાલનપુર

વૃક્ષ માટે પણ 'આયુર્વેદ' ગ્રંથ... 'વૃક્ષાયુર્વેદ - વનસ્પતિના સ્વાસ્થ્ય અંગેનો પ્રાચીન ગ્રંથ'ની વિગતો કૃષિવિજ્ઞાનીઓ અને યુવા ખેડૂતો માટે ઉપયોગી બની રહેશે.
Translate »