રાજેન્દ્ર પંચોલી, રાજપીપળા

‘એલજિબિટી’ હૉસ્પિટલનું નિર્માણ…
‘દેશની પ્રથમ એલજિબિટી હૉસ્પિટલ રાજપીપળામાં બનશે’ – લેખ વાંચી થોડું આશ્ચર્ય થયું. વિગતો જેમ-જેમ વાંચી તેમ હૉસ્પિટલ વિશે સ્પષ્ટતા થઈ. સમાજમાં થર્ડ જેન્ડર, ગે, લેસ્બિયન, બાયોસેક્સુઅલ અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પોતાની બીમારીથી વ્યથિત રહેતી. આ તમામ માટે  હૉસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું તે જાણ્યું. એલજિબિટી હૉસ્પિટલનો ખ્યાલ ગુજરાતના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલને આવ્યો તે જાણી ગૌરવ સાથે આનંદની લાગણી થઈ. સામાન્ય બીમારીથી લઈ અસાધ્ય રોગોથી પીડાતા આ પ્રકારના સમુદાયની વ્યક્તિને મુક્તપણે સારવાર મળી રહે તે આવકારદાયક બની રહેશે. સમાજના ડરથી અથવા લઘુતાગ્રંથિથી પીડિત એલજીબિટી સમુદાય માટે ‘અભિયાન’એ ઉપયોગી માહિતી પીરસી. ‘અભિયાન’ આવા કિસ્સાને સમાજ સામે લાવવામાં સદાય અગ્રેસર રહ્યું છે.

 

Comments (0)
Add Comment