તમારા માટે, તમારી સાથે, સતત…

આપની રસોઈ, આપના માટે, આપ સુધી…

રાજગરાનાં વડાં

0 154

રાજગરાનાં વડાં

સામગ્રીઃ રાજગરાનો લોટ ૧ બાઉલ, મસળેલાં કેળાં ૪ નંગ, આદુ-મરચાંની પેસ્ટ, તલ-કોથમીર-લીંબુનો રસ, દળેલી ખાંડ.

રીતઃ રાજગરાના લોટમાં ઉપરની સામગ્રી મિક્સ કરી કઠણ લોટ બાંધવો, થેપીને વડાં કરવાં. કડાઈમાં તેલ મૂકી, લાલાશ પડતાં મિડિયમ તાપે તળવાં. ડિશમાં તળેલાં મરચાં,

બટાકાની વેફર કે કાતરી સાથે સર્વ કરવા.
———-.

સૂરણની ખીચડી

સામગ્રીઃ ૨૫૦ ગ્રામ સૂરણ (સૂરણને છોલી, છીણીને પાણીમાં ૧ કલાક રાખવું), લીલાં મરચાં, લીમડાનાં પાન, સિંગનો ભૂકો ૫૦ ગ્રામ, ખાંડ, મીઠું,

રીતઃ  કડાઈમાં ૪ ચમચી તેલ મૂકી ગરમ કરવું. જીરુંનો વઘાર કરવો. લીમડો નાખવો. તેમાં ૨ લીલાં મરચાં, તથા લવિંગ-તજનો ભૂકો નાખવો. પછી તેમાં છીણેલું સૂરણ નાખવું. સિંગનો ભૂકો નાખવો. મીઠું અને પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું. ચડવા આવે એટલે ખાંડ ૧ ચમચી નાખવી અને છેલ્લે લીંબુનો રસ ૧ ચમચી નાખવો. ડિશમાં કાઢી દહીં સાથે સર્વ કરવું.

———-.

રસોઈ ટિપ્સ

*       ઘીને દાણાદાર બનાવવા તે અડધું તૈયાર થઈ જાય ત્યારે તેમાં થોડું પાણી છંટકારવું.

*       બટાકાની પેટીસ બનાવતી વખતે બાફેલા બટાકા ઠંડા થયા પછી જ છૂંદો કરવો. આનાથી પૂરણ ચીકણુ નહીં થાય.

Related Posts
1 of 55

*       જો વાનગી તળતી વખતે તેલ અથવા ઘીમાં ફીણ દેખાય તો આમલીના ૩૪ બી નાંખવા. ફીણ બેસી જશે.

*       દહીંવડાં સફેદ અને સ્વાદિષ્ટ બનાવવા અડદની દાળમાં થોડો મેંદો મિક્સ કરવો.

*       દહીં મેળવતી વખતે નાળિયેરના ટુકડા નાંખવાથી તે બે-ત્રણ દિવસ સુધી ખાટું નહીં થાય.

*       સાદા તવાને નોનસ્ટિક બનાવવા તવા પર થોડીવાર નમક શેકવું. ત્યાર બાદ તેલ અથવા ઘી લગાડી કંઈ પણ બનાવો ચોંટશે નહીં.

*       શાકની ગ્રેવીનો રંગ અને સ્વાદ વધારવા ગેસ પરથી ઉતારી લીધા બાદ ચપટી ભરીને કૉફી મિક્સ કરવી.

*       રોટલી વણવાની થોડી મિનિટ અગાઉ વેલણને ફ્રીઝમાં મૂકવું. આનાથી વેલણ પર લોટ ચોંટશે નહીં.

*       મકાઈના લોટમાં થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ગરમ પાણીથી લોટ બાંધવાથી રોટલી વણતી વખતે તૂટી જશે નહીં.

*       લોટના ડબામાં તેજ પત્તા રાખવાથી ભેજ લાગશે નહીં અને લોટ લાંબા સમય સુધી સારો રહેશે.

*       ઘરે રૃમાલી રોટી બનાવવા રોટલીને

પાતળી વણવી. કઢાઈને ઊલટી મૂકી ગરમ કરવી અને રોટલીને તેના પર શેકવી.

*       શાક અથવા દાળમાં નમક વઘુ પડી ગયું હોય તો કાચા બટેટાની સ્લાઈસ નાંખીને થોડીવાર ઉકાળવું. ખારાશ ઘટી જશે.

————

Leave A Reply

Your email address will not be published.

Translate »