તમારા માટે, તમારી સાથે, સતત…

દૃષ્ટિકોણ: પર્વતારોહકોનો જીવ બચાવતા ‘માઉન્ટેન મેન’

કેરળ ટૂરિઝમ - અદ્ભુત અનુભવો માણવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન

0 115

દૃષ્ટિકોણ

પર્વતારોહકોનો જીવ બચાવતા ‘માઉન્ટેન મેન’
૪૮ વર્ષીય છપે રામ નેગીને તેમના સતત વાગી રહેલા ફોન પરથી ખબર પડી જાય છે કે હાલ ટ્રેકિંગ માટે પિક સિઝન ચાલી રહી છે. ‘માઉન્ટેન મેન’ના નામથી જાણીતા નેગી હિમાચલ પ્રદેશના પાર્વતી ખીણ વિસ્તારમાં પાછલા ત્રણ દશકથી ટૂરિસ્ટ ગાઇડ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તેઓ કોઈ સામાન્ય ગાઇડ નથી. જ્યારે કોઈ પર્વતારોહક ટ્રેકિંગ દરમિયાન આપત્તિમાં મુકાઈ જાય કે ગુમ થઈ જાય તેવા સમયે તેઓ એક નિષ્ણાતની ભૂમિકામાં આવી જાય છે. છપે રામ નેગી આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારે પરિવારને આર્થિક રીતે મદદરૃપ થવા તેમણે ટૂર ગાઇડની કામગીરી શરૃ કરી હતી. તેઓ દસમા ધોરણમાં આવ્યા ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ હતી. પરિણામે તેમણે ભણવાનું છોડી દેવું પડ્યું હતું. ત્યારથી આજદિન સુધી તેમણે અસંખ્ય જિંદગીઓ બચાવી છે. આ ખીણ વિસ્તારમાં જ તેઓ ઉછર્યા છે અને મોટા થયા છે. આથી અહીંનાં એક-એક સ્થળની તેમની પાસે સારી એવી જાણકારી છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર પર્વતીય ભૂમિ ક્યારે દગો દઈ શકે તેની તેઓ અદ્ભુત સૂઝબૂઝ અને સમજ પણ ધરાવે છે. નેગી કહે છે, ‘અહીંના તમામ ટ્રેક રૃટની મને જાણકારી છે. કોઈ પર્વતારોહક ખોટી જગ્યાએ વળી જાય કે બીજા વિસ્તારમાં ભટકી જાય ત્યારે એક યા બીજી રીતે તેમને શોધી કાઢું છું. ઘણીવાર કેટલાક પર્વતારોહકો નસીબદાર હોય છે. અમે તેમને ઝડપથી શોધી કાઢીએ છીએ. કોઈ-કોઈ વાર અમે પહોંચીએ તે પહેલાં તેઓ જંગલી જાનવરનો શિકાર પણ બની જતા હોય છે.’ ગાઢ જંગલથી છવાયેલા ખીણ પ્રદેશમાં બચાવ કામગીરી દરમિયાન રાતના અંધકારમાં જંગલી જાનવરોનો ભય પણ રહેતો હોય છે, છતાં નેગીએ ક્યારેય પોતાની જિંદગીની પરવા નથી કરી. વર્ષ ૨૦૦૪માં પોલીસ અને આર્મીએ આ ખીણ વિસ્તારમાં ગાંજાના ગેરકાયદે વેચાણને નેસ્તનાબૂદ કરવા અચાનક જ અભિયાન આદર્યું હતું, પરંતુ ખુદ પોલીસ અને આર્મીના જવાનો જ રસ્તો ભટકી ગયા હતા અને જંગલમાં ફસાઈ ગયા હતા. નેગીએ રાત્રે ૧૦ વાગ્યે બચાવ કામગીરી શરૃ કરી હતી. સવારના નવ વાગ્યા સુધીમાં તો બધા જ જવાનોને તેઓ હેમખેમ જંગલમાંથી બહાર કાઢી લાવ્યા હતા. બહોળો પરિવાર ધરાવતા છપે રામ નેગી આજે પણ ફોનની રિંગ વાગે કે તરત જ રેસ્ક્યુ ઑપરેશનમાં નીકળી જાય છે. તેમનાં આ કાર્યાેની કદર કરીને હિમાચલ સરકાર દર વર્ષે સ્વતંત્રતા દિવસે તેમને નિમંત્રણ આપી સન્માનિત કરે છે. ‘માઉન્ટેન મેન’ નેગીને સો સો સલામ.
———————————.

Related Posts
1 of 142

દેશ દર્પણ

કેરળ ટૂરિઝમ – અદ્ભુત અનુભવો માણવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન
કેરળ રાજ્ય તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે.  ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ એટલે કે ઈશ્વર પણ જ્યાં વસવાટ કરવાનું પસંદ કરે છે તેવું કેરળ ટૂરિઝમ માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટેનું ફેવરિટ સ્ટેટ ગણાય છે. કેરળ સ્ટેટ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રવાસીઓને કેન્દ્રમાં રાખીને અનેક પ્રકારનાં આકર્ષણોનું આયોજન કરવામાં આવે છે. હાલમાં ‘કમ આઉટ એન્ડ પ્લે’ એટલે કે ‘બહાર નીકળો અને કુદરતના સાંનિધ્યમાં ખેલો’ આવું જ એક નવું આકર્ષણ પ્રવાસીઓને ઘેલું લગાડી રહ્યું છે. રોજિંદા જીવનમાં તમે બોર થઈ રહ્યાનું અનુભવો ત્યારે કુદરતના સૌંદર્યને માણવા માટે નીકળી પડવા માટેનું શ્રેષ્ઠ સ્થળ એટલે કેરળ. અહીં દરિયાકિનારે આવેલાં સુંદર સ્થળો તમારું મન મોહી લેવા માટે પૂરતા છે. અહીં દરિયામાં તમે સર્ફિંગનો આનંદ માણી શકો છો. ઉપરાંત રિલેક્સ થવા માટે યોગા પણ કરી શકો છો. દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને દોસ્ત બનાવી નવા અનુભવો કરી શકો છો. અહીં દરિયાકિનારે રેતી ખોદતા કરચલા અને છીપલાંને જોવાનો આનંદ જ અનેરો હોય છે. એટલું જ નહીં, મસાલાઓની સરસ સુગંધથી ભરેલા સ્પાઇસ પ્લાન્ટેશન તમને કેરળમાં જ જોવા મળી શકે. અહીં તમે કેરળના સ્થાનિક અને પારંપરિક ભોજનનો આસ્વાદ પણ માણી શકો છો. કેરળ ટૂરિઝમ દ્વારા શરૃ કરાયેલી ‘કમ આઉટ એન્ડ પ્લે’ ચેલેન્જ દ્વારા તમે આ બધંુ જ કરી શકો છો.  ‘કમઆઉટ એન્ડ પ્લે’ હેશટેગ હેઠળ તમે તમારી મનપસંદ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ અને ફિલ્મ્સ સોશિયલ મીડિયા પર શેર પણ કરી શકો છો. લકી વિનર્સ માટે ઇનામો પણ છે. કુદરતને માણવા પહોંચી જાઓ કેરળ.
———————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »