તમારા માટે, તમારી સાથે, સતત…

કોટેશ્વરમાં પાકિસ્તાની બોટનો જમાવડો

ભારતની સીમામાં ઘૂસી આવતી નાપાક બોટોને ભારતનું સીમા સુરક્ષા દળ પકડે છે.

0 156

ભારતની સીમામાં ઘૂસી આવતી નાપાક બોટોને ભારતનું સીમા સુરક્ષા દળ પકડે છે. પકડાયેલી બોટો કાંઠે લાવીને તેની તપાસ કરી લીધા પછી તેનો કબજો કસ્ટમ સંભાળે છે. આવી બોટો કોટેશ્વર અને હરામીનાળાની આસપાસ ટ્રાય જંક્શન પોસ્ટ પર રખાઈ છે. કોટેશ્વરમાં ૬૦થી વધુ બોટોનો જમાવડો જામ્યો છે. ૨૦૦૮થી આ બોટોની લિલામી બંધ હોવાથી આ બોટો હાલ અત્યંત જર્જરિત થઈ ગઈ છે. અમુક બોટની મહત્ત્વની વસ્તુઓ પગ કરી ગઈ છે. જો આ બોટોની હરાજી થાય તો સ્થાનિક માછીમારોને ઉપયોગી બની શકે. કોટેશ્વરમાં આવતાં પ્રવાસીઓ માટે આ જગ્યા સેલ્ફી પોઇન્ટ બની ગઈ છે.

કાશ્મીરમાં સતત નાપાક હરકત કરતું પાકિસ્તાન કચ્છ સરહદે પણ શાંતિથી બેસતું નથી. કચ્છ- પાકિસ્તાનની સરહદ મોટા રણ અને દરિયાઈ ક્રિકની બનેલી છે. દરિયાઈ ક્રિકમાં માછલાં મોટા પાયે મળતાં હોવાનું બહાનું કાઢીને માછીમારોના વેશમાં અનેક પાકિસ્તાનીઓ ઘૂસણખોરી કરતાં પકડાય છે તો ઘણી વખત બિનવારસી બોટ પણ પકડાય છે. આવી બધી બોટ બી.એસ.એફ. કબજે લઈને તેની સઘન ચકાસણી કરીને કિનારે અથવા તો ટ્રાય જંક્શન પોસ્ટ પર લઈ જાય છે ત્યાં તેનો કબજો કસ્ટમને સુપરત કરવામાં આવે છે. કસ્ટમ દ્વારા આવી બોટોની સાચવણી કરાય છે, પરંતુ લાંબો સમય સુધી એમ જ પડી રહેવાથી આવી બોટમાંથી અમુક બોટ તૂટી જાય છે તો અમુકમાંથી એન્જિન સહિતની વસ્તુઓ ચોરાઈ જાય છે. જો આ બોટોની હરાજી થાય તો સ્થાનિક માછીમારોને તે ઉપયોગી બની શકે તેમ છે.

Related Posts
1 of 142

હરામીનાળા આસપાસના વિસ્તારમાંથી પકડાયેલી બોટો લખપત પાસે કે ક્રિકમાં કાદવવાળા વિસ્તારમાં બી.એસ.એફ.એ બનાવેલી ટ્રાય જંક્શન પોસ્ટ પર લાવીને રખાય છે. તો કોટેશ્વર પાસેના દરિયામાં કે કોરી ક્રિક વિસ્તારમાં પકડાયેલી બોટોને કોટેશ્વર પાસે લવાય છે. કસ્ટમ આ બોટોનો કબજો લે છે, પરંતુ નામનો જ. બોટો કોટેશ્વરની જેટી પાસે જાણે નધણિયાતી હોય તેમ પડી હોય છે. આ બોટો નાની, માછીમારી પ્રકારની બોટ હોવાથી તે વધુ કિંમતી હોતી નથી. મોટા ભાગની બોટ જૂની અને ડીઝલ એન્જિન ધરાવતી હોય છે. તેની કિંમત પણ ૫૦ હજારની આસપાસની હોય છે.

આ બોટોની સંભાળ માટે એક જ વ્યક્તિ આવતો જતો હોય છે. તે બધી બોટોની વ્યવસ્થિત સંભાળ રાખી ન શકે તે સ્વાભાવિક છે. તેના કારણે જ વધુ કિંમતી ન હોવા છતાં બોટોમાંથી એન્જિન, મશીન, ક્યારેક જનરેટર સેટ ઉઠાવી જવાય છે. તો અવારનવાર સ્થાનિક માછીમારોને જરૃર પડે તેમ સ્ક્રૂ, નટબોલ્ટ જેવા નાના પાટ્ર્સ પણ કાઢીને લઈ જવાય છે. અત્યારે કોટેશ્વરની જેટી પાસે પડી રહેલી મોટા ભાગની બોટો લાકડાંના ખોખા જેવી બની ગઈ છે. અનેક બોટો સડી ગઈ છે. એક- બે બોટ તો ભાંગી પણ ગઈ છે. ભારે પવન અને મોજાંની થપાટો સહન ન થવાના કારણે ૨ બોટ ભાંગી ગઈ હતી તો થોડા સમય પહેલાં પકડાયેલી ફાયબરની બોટ ભરતી વખતે દરિયામાં વહી ગઈ હતી.
———————————–.

વધુ વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »