તમારા માટે, તમારી સાથે, સતત…

પાકિસ્તાનના પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ISISના જેહાદી બની ઠાર થયા!

અઝીઝ કાશ્મીરમાં લડ્યા હતા અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં તાલીમ મેળવી હતી

0 117

નાપાક ખબર 

પાકિસ્તાની લશ્કરના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ શાહિદ અઝીઝ આઈએસઆઈએસના આતંકવાદી બન્યા અને જેહાદમાં સૈન્ય હુમલામાં માર્યા ગયા. આર્મીના નિવૃત્ત સિનિયર ઓફિસરનું આતંકવાદીઓ તરફથી લડવું અને એક વખતે જેમને કમાન્ડ આપ્યો હતો તે જ જવાનો સામે એટેક કરવો એ બહુ વિચિત્ર વાત છે, પરંતુ ભારે વિચિત્રતાથી ભરેલા પાકિસ્તાનમાં આ ઘટના બની છે.

પાકિસ્તાનના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ શાહિદ અઝીઝનું પાકિસ્તાની સેનામાં ૩૭ વર્ષ દરમિયાન મિલિટરી ઑપરેશનના ડિરેક્ટર જનરલ, ઑક્ટોબર ૨૦૦૧થી ડિસેમ્બર ૨૦૦૩ સુધી ચીફ ઓફ જનરલ સ્ટાફ અને ડિસેમ્બર ૨૦૦૩થી ઑક્ટોબર ૨૦૦૫ સુધી લાહોરમાં આઇવી કોર્પ્સના કમાન્ડર, વગેરે મહત્ત્વના પદે પોસ્ટિંગ થયું હતું. આર્મીમાંથી નિવૃત્ત થયા પછી મે ૨૦૦૭માં અઝીઝની નિમણૂક નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યુરોના ચૅરમેન તરીકે થઈ હતી. અઝીઝ કાશ્મીરમાં લડ્યા હતા અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં તાલીમ મેળવી હતી. તેમણે ૧૯૯૯માં આઇએસઆઇની એનાલિસિસ વિંગના ડિરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન તરીકેનો હવાલો સંભાળ્યો હતો અને નવાઝ શરીફની ચૂંટાયેલી સરકારને ઊથલાવવામાં ભૂમિકા ભજવી હતી. ચાર દાયકાની આટલી ઝળહળતી કારકિર્દી છતાં તેમનું હૃદય જેહાદી હતું.

જનરલ પરવેઝ મુશર્રફના સમયમાં લેફ્ટનન્ટ જનરલ અઝીઝે ટોચના પદે સેવાઓ આપી હતી. હવે ટેલિવિઝન પર ચર્ચાઓ થઈ રહી છે કે અઝીઝે દાઢી વધારી હતી, જેહાદી બનીને આઇએસઆઇએસ કે અન્ય જેહાદી ગ્રૂપ તરફથી લડવા સિરિયા ગયા હતા અને ત્યાં મરાઈ ગયા છે. અન્ય રિપોર્ટ કહે છે કે તે કેટલાક મહિના પહેલાં અફઘાનિસ્તાન ગયા હતા અને ત્યાં મરાયા છે.

Related Posts
1 of 146

ઘણા સમયથી અઝીઝના કોઈ સમાચાર નહોતા અને તેના પરિવારના કેટલાક સભ્યોએ પુષ્ટિ કરી છે કે તે જાન્યુઆરી ૨૦૧૬માં રોજ દેશ છોડી ગયા હતા. ઘરે મોબાઇલ ફોન મુકીને નીકળી ગયા હતા. પરિવારને તેમના ઈ-મેઇલ અને એસએમએસ મળતા હતા. જેમાં તેઓ જીવિત અને સુખરૃપ હોવાની વાત કરતા હતા, પણ છેલ્લા કેટલાક મહિનાથી આ સંદેશાઓ બંધ થઈ ગયા હતા. કેટલાક રિપોર્ટ કહે છે કે તે પાકિસ્તાનની સરહદેથી અફઘાનિસ્તાનના કુનાર ગયા હતા અને ત્યાં ખુરાસાનમાં ઇસ્લામિક સ્ટેટના દળમાં જોડાયા હતા. ત્યાર બાદના અહેવાલો આવ્યા કે તે સિરિયા ગયા હતા અને કાં તો તે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં અથવા સિરિયામાં અમેરિકન આર્મીના બોમ્બમારામાં માર્યા ગયા.

જોકે અઝીઝના પુત્રએ તેના પિતાના મૃત્યુ અને તેમની આતંકી ગતિવિધિઓને નકારી છે. તેણે વોઇસ ઓફ અમેરિકા નામના સમાચારપત્રને કહ્યું છે કે તેમના પિતા આફ્રિકામાં ધર્મ પ્રચાર અર્થે ગયા છે.  તેમના પુત્રના જણાવ્યા અનુસાર, જનરલ શાહિદ અઝીઝ બહુ અંગત જીવન જીવે છે અને તેમની આ ધાર્મિક યાત્રા વિશે જાહેરમાં દેખાવા કે માહિતી આપવા માંગતા નથી. અઝીઝના પરિવારના વાસ્તે આપણે ઇચ્છીએ તેના પુત્રની વાત સાચી નીકળે, પરંતુ તમામ પુરાવાઓ કહે છે કે અઝીઝ પુત્રનું નિવેદન પરિવાર અને પાકિસ્તાની આર્મીની આબરૃ ઢાંકવાના પ્રયાસથી વિશેષ કંઈ નથી.

વાસ્તવમાં, અઝીઝ કદી અંગત માણસ નહોતા, અઝીઝ પોતાની ધાર્મિક અને રાજકીય માન્યતાઓને હંમેશાં જાહેર કરતા રહ્યા છે. અઝીઝે ૨૦૧૩માં લખેલા પુસ્તક ‘યે ખામૌશી કહાં તકઃ એક સિપાહી કી દાસ્તાં-એ-ઇશ્ક-ઓ-જૂનૂન’માં તેમની ઇસ્લામિક પાકિસ્તાનની પરિકલ્પનાનાં દર્શન થાય છે……….

  • હિંમત કાતરિયા
    ——————————.

વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો…

Leave A Reply

Your email address will not be published.

Translate »